SBI Finance Officer Vacancy: પરીક્ષા વગર નોકરી મેળવવાની તક: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ યુવાનો માટે રોજગારીની સોનેરી તક લઈને આવી છે. બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે આ એક અદ્ભુત તક છે, કારણ કે SBI એ ફાયનાન્સ ઓફિસરની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે અને આ ભરતીમાં ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
અરજીની તારીખ અને ફી
આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ 7 જૂન 2024 થી 27 જૂન 2024 સુધી સ્વીકારવામાં આવશે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹750 રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ફી નથી.
ઉંમર અને લાયકાત
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ. ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, ફોરેક્સનું સર્ટિફિકેટ અને 2 વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ હોવો જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: ધોરણ 10-12 પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર લાખોમાં! 30 જૂન પહેલા અરજી કરો
કેવી રીતે અરજી કરવી
અરજી કરવા માટે, ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
વધુ માહિતી માટે
આ એક સુવર્ણ તક છે તે તમામ યુવાનો માટે જે બેંકિંગ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. જો તમે લાયક છો અને આ પદ માટે અરજી કરવા માંગો છો, તો વહેલામાં વહેલી તકે અરજી કરો. વધુ માહિતી માટે SBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા 080-26599999 પર ફોન કરો.
આ પણ વાંચો: