Law Vacancy Gujarat: ખેડા-નડીઆદ કલેક્ટર કચેરીમાં કાયદા સલાહકારની ભરતી, 29 જૂન સુધી અરજી કરો

Law Vacancy Gujarat: ખેડા-નડીઆદના કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક! કલેક્ટર કચેરી ખેડા-નડીઆદ દ્વારા ૧૧ મહિનાના કરાર આધારિત કાયદા સલાહકારની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમારી પાસે કાયદાની ડિગ્રી અને સરકારી કે ખાનગી ક્ષેત્રે કાનૂની કાર્યનો અનુભવ હોય, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ લેખમાં આપેલી માહિતીને ધ્યાનથી વાંચીને જાણો કે આ જગ્યા માટેની લાયકાત શું છે, અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ કઈ છે.

જગ્યાકાયદા સલાહકાર (11 મહિનાનો કરાર)
લાયકાતLLB (સ્પેશિયલ) અથવા B.A., LL.B. (5 વર્ષ), કોમ્પ્યુટરનું જ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેजी ભાષાનું જ્ઞાન
અનુભવ5 વર્ષનો કાનૂની અનુભવ (ઉચ્ચ ન્યાયાલય/સરકારી સંસ્થા)
વય મર્યાદા50 વર્ષથી ઓછી
છેલ્લી તારીખ29 જૂન 2024
અરજીરૂબરૂ, કલેક્ટર કચેરી, ખેડા-નડીઆદ ખાતે

લાયકાત અને અનુભવ:

આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ. તેમણે માન્ય યુનિવર્સિટીમાંથી LLB (સ્પેશિયલ) અથવા B.A., LL.B. (5 વર્ષનો અભ્યાસક્રમ) પૂર્ણ કરેલ હોવો જોઈએ, તેમજ કોમ્પ્યુટરનો મૂળભૂત ઉપયોગ કરવાનું જ્ઞાન અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવાર પાસે ઉચ્ચ ન્યાયાલય અથવા તેની તાબા હેઠળની કોર્ટમાં વકીલ તરીકે 5 વર્ષનો અનુભવ અથવા સરકારી બોર્ડ, નિગમ કે કાયદા દ્વારા સ્થાપિત કંપનીમાં કાનૂની બાબતોમાં 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

આ પણ વાંચો: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં ક્લેરિકલ ટ્રેઇનીની ભરતી જાહેર

અરજી કેવી રીતે કરવી:

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનું નામ, જન્મ તારીખ, સરનામું (કાયમી/હંગામી), મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો દર્શાવતી અરજી તૈયાર કરી, જરૂરી પ્રમાણપત્રોની નકલો (જેમ કે, શૈક્ષણિક લાયકાત, અનુભવ) સાથે ૨૯ જૂન ૨૦૨૪ સુધીમાં કલેક્ટર કચેરી, ખેડા-નડીઆદ ખાતે રૂબરૂ અરજી કરવી.

વધુ માહિતી માટે સંપર્ક:

વધુ માહિતી માટે જેમ કે નમૂના અરજી ફોર્મ, લાયકાત, અનુભવ, ફરજો અને જવાબદારીઓ વગેરે માટે ઉમેદવારો કચેરી સમય દરમિયાન કલેક્ટર કચેરી, ખેડા-નડીઆદની મહેકમ શાખાનો સંપર્ક કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક:-

કલેક્ટર કચેરી ખેડા નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ પણ વાંચો:

Leave a Comment

India Flag फ्री लोन !!