HNGU Bharti 2024: હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી, 11 મહિનાનો કરાર, લાખો રૂપિયાનો પગાર, 16 જુલાઈ પહેલાં અરજી કરો!

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત હશે અને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ પડશે. યુનિવર્સિટીની જરૂરિયાત અને સુવિધા અનુસાર આ જગ્યાઓ ભરવામાં આવશે.

HNGU Bharti 2024 | હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી

સંસ્થાહેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU)
જાહેરાત ક્રમાંક04/2024
પોસ્ટનું નામવિવિધ ટીચિંગ & નોન–ટીચિંગ
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ16 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://www.ngu.ac.in/

જગ્યાઓની વિગતો:

HNGU એ વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, કોચ, યોગ ટ્રેનર, લેબ આસિસ્ટન્ટ, પ્રોફેસર, આર્ટિસ્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, ટ્રેનિંગ ઓફિસર, ટ્યુટર, વેબ-ડેવલપર, લીગલ ઓફિસર, મેડિકલ ઓફિસર, વોર્ડન (છોકરાઓના છાત્રાલય માટે), વોર્ડન (છોકરીઓના છાત્રાલય માટે) જેવી જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે.

લાયકાત:

શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ માટેની લઘુત્તમ લાયકાત UGC રેગ્યુલેશન્સ 2018, AICTE રેગ્યુલેશન્સ 2019 અને ગુજરાત સરકારના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.

Read More: મેળવો ઈન્ડો તિબેટીયન બોર્ડર પર પોલીસ ફોર્સ માં નોકરી, હમણાં જ એપ્લાઈ કરો

કેવી રીતે અરજી કરવી:

યોગ્ય ઉમેદવારોએ 26 જૂન 2024 થી 16 જુલાઈ 2024 સુધીમાં HNGU ની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી પડશે. ઓનલાઇન અરજી કર્યા બાદ, ઉમેદવારોએ ભરેલી અરજીની બે પ્રિન્ટઆઉટ અને જરૂરી દસ્તાવેજો 22 જુલાઈ 2024 સુધીમાં રજિસ્ટ્રાર, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ – 384265 ના સરનામે મોકલવાના રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ: 26 જૂન 2024
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ 2024
  • ભરેલી અરજી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની છેલ્લી તારીખ: 22 જુલાઈ 2024

વધુ માહિતી માટે ઉમેદવારો HNGU ની અધિકૃત વેબસાઇટ recruitment.ngu.ac.in ની મુલાકાત લઈ શકે છે.

અસ્વીકરણ: આ લેખ માત્ર માહિતીના હેતુ માટે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લે.

Read More:

    Leave a Comment

    India Flag फ्री लोन !!