ESIC Bharti 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા સરકારી નોકરીની ઇચ્છા રાખતા ઉમેદવારો માટે સુવર્ણ તક રજૂ કરવામાં આવી છે. ESIC વિવિધ વિભાગોમાં સિનિયર રેસિડેન્ટની 11 જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે અને આ ભરતી પ્રક્રિયાની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી સીધી મુલાકાતના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ₹67,700 (લેવલ 11) + ભથ્થાંનો આકર્ષક પગાર મળશે. આ નોકરી 3 વર્ષ માટે કરાર આધારિત છે.
ESIC Bharti 2024: પરીક્ષા વગર સરકારી નોકરીની સુવર્ણ તક
આ ભરતી માટે મુલાકાત 9 જુલાઈ, 2024ના રોજ સવારે 9:30 થી 10:30 દરમિયાન એકેડેમિક બ્લોક, ESIC MC અને PGIMSR, રાજાજીનગર, બેંગલુરુ ખાતે યોજાશે.
Read More: IT, ફાઇનાન્સ, લીગલ અને HR ક્ષેત્રના નિષ્ણાતો માટે આકર્ષક પગાર સાથે નોકરીની તક!
લાયકાત અને જરૂરી દસ્તાવેજો
અરજી કરવા માટે ઉમેદવારો પાસે MBBS અને PG ડિપ્લોમા/PG ડિગ્રી હોવી જરૂરી છે. ઉપરાંત, તેમની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તેમનું KMC/MCI/NMC સાથે નોંધણી હોવી જોઈએ. મુલાકાતમાં ઉમેદવારોએ મેટ્રિકનું પ્રમાણપત્ર (ઉંમરના પુરાવા માટે), MBBS, PG ડિપ્લોમા/PG ડિગ્રી પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), KMC/MCI/NMC નોંધણી પ્રમાણપત્ર અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે રાખવાના રહેશે.
વધુ માહિતી માટે
આ ભરતી વિશે વધુ માહિતી માટે ઉમેદવારો ESIC ની સત્તાવાર વેબસાઇટ https://www.esic.gov.in/recruitments ની મુલાકાત લઈ શકે છે. અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે. આ સુવર્ણ તકનો લાભ લઈને, લાયક ઉમેદવારો સરકારી નોકરી મેળવી શકે છે અને તેમના કારકિર્દીને નવી દિશા આપી શકે છે.
Read More: India Budget Update: 10 વર્ષ બાદ PF ટેક્સ મુક્તિ મર્યાદામાં વધારો, જાણો બજેટ 2024ની મોટી જાહેરાત